Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વિરમગામ તાલુકામાં પાંચમા તબક્કાના સેવાસેતુનો પ્રારંભ: ઓગણમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ અપાયો

 વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં તારીખઃ-૧૧/૧૦/૧૯ને શુક્રવારે પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

  આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પ્રમોદભાઇ પટેલ, લખુભા મોરી, કિરીટસિંહ ગોહીલ, મફાભાઇ ભરવાડ, ધ્રુવભાઇ જાદવ, તાલુકા વિકાસ અધિકારી સહીતના પદાધીકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

  . આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તપાસ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવી હતી. ઓગણ ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(7:18 pm IST)