Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓને રસ્તાના કામો માટે ૧૭૨.૭૮ કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી રૂપાણી

ભારે વરસાદને કારણે નગરોમાં માર્ગોને થયેલા નૂકશાનની મરામત માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે  ૧૬૦.૪૮  કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે 

  રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નૂકશાન થયું છે માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના આવા માર્ગોનું રિસરફેસીંગ,રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે

   આ સંદર્ભમાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા કરવામાં આવેલી રજૂઆતો બાદ મુખ્યમંત્રીએ  ૧૬૦.૪૮ કરોડની ગ્રાન્ટ નગરોને ફાળવવાનો નિર્ણય કર્યો છે

  મુખ્યમંત્રીએ એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યની બ, ક અને ડ વર્ગની ૩૧ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂ. ૧ર.૩૦ કરોડ ફાળવવામાં આવશે

  આ રકમનો ઉપયોગ થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે

  વિજયભાઇ રૂપાણીએ આમ, સમગ્રતયા રાજ્યના નગરો માટે મુખ્યમંત્રી સડક યોજના તહેત રૂ. ૧૭ર.૭૮ કરોડની ગ્રાન્ટ ચોમાસામાં વરસાદથી માર્ગોને થયેલા નુકશાનની મરામત માટે ફાળવી છે જે ૧૬૨ નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે તેમાં અમદાવાદ ઝોનની ર૭, ગાંધીનગરની ૩૦, વડોદરાની ર૬, સુરતની રર, રાજકોટની ૩૦ તેમજ ભાવનગરની ર૭ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે

  મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. પ૦૦ કરોડની જોગવાઇ આ વર્ષે નગરો-મહાનગરોમાં માર્ગો-રસ્તાના કામો માટે કરવામાં આવેલી છે

  આ જોગવાઇમાંથી રાજ્યની નગરપાલિકાઓને ચોમાસામાં અતિભારે વર્ષથી રસ્તા-માર્ગોને થયેલ નુકશાનની મરામત માટે રૂ. ૧૬૦.૪૮ કરોડ મુખ્યમંત્રી સડક યોજના અન્વયે ૧૬૨ નગરપાલિકાઓને ફાળવવામાં આવશે*

(7:14 pm IST)