Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

માંડલમાં આંતરરાષ્ટ્રીય દીકરી દીવસની ઉજવણી : નવી જન્મેલ દીકરીઓનાના ઘેર જઇને વધામણા

બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો: મહિલાઓને ગર્ભના જાતિ પરીક્ષણ કરાવવું નહિ જે વિષે માર્ગદર્શન

 વિરમગામ: આઇસીડીએસ વિભાગ દ્વારા અમદાવાદ જીલ્લાના  માંડલમાં ઘટક કક્ષાએ આંતરરાષ્ટ્રીય દીકરી દીવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના વિષ્ણુભાઈ, બ્રહ્માકુમારીઝ  માંથી વનીષાબેન, સી.ડી.પી.ઓ મીતાબેન જાની, મુખ્ય સેવિકા આયેશાબેન ઉપસ્થિત રહ્યા હતા. દીકરી દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત વિષ્ણુભાઈ તેમજ વનીશાબેનએ દીકરો/દીકરી એક સમાન, દીકરીને જન્મવાદો અને દીકરી ના જન્મ ને વધાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ હતુ

  . નવી જન્મેલ દીકરીઓના વધામણા કરવા દીકરીઓનાના ઘેર જઈ તેમના વધામણા કર્યા હતા. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહિલાઓને ગર્ભના જાતિ પરીક્ષણ કરાવવું નહિ જે વિષે માર્ગદર્શન પૂરું પાડેલ અને કાર્યક્રમના અંતે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

(7:10 pm IST)