Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શંખેશ્વર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારના ઉમદા વિચાર અને ભગીરથ આયોજનથી ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાના બાળકોને રમત-ગમતમાં પ્રોત્સાહિત કરી જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમની પ્રતિભાને ઉજાગર કરવા બાળકોમાં રહેલ રમત પ્રત્યેની ભાવનાને જાગૃત કરી તેમની પ્રતિભાઓને   પ્રોત્સાહન આપવા માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે

 પાટણ જિલ્લાના તમામ તાલુકા ઓ મા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ પૂર્ણ થયા બાદ ખેલાડીઓ જીલ્લા અને રાજય કક્ષા એ જઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ ગ્રામીણ રમતો ને પ્રોત્સાહિત કરવા અને બાળકોમાં રમત પ્રત્યેની ભાવના ઉજાગર કરવા સાથે તેમનામાં રહેલ પ્રતિભાવોને ગ્રામીણ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે પાટણ જિલ્લાના શંખેશ્વર માં આયોજિત ખેલ મહાકુંભ ના તાલુકા કક્ષાના વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરી ગ્રામીણ વિકાસના કાર્યોમાં વધુ એક યોગદાન આપેલ છે

  શંખેશ્વર તાલુકા નો ખેલ મહાકુંભ કાર્યક્રમ ક્રમશ કુવારદ અને શંખેશ્વર કુમાર અને કન્યા શાળામાં યોજાયેલ જેમાં શંખેશ્વર તાલુકાની 25 થી વધુ શાળા માથી કુલ 1250 થી  વધુ બાળકોએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ જેમાંથી તાલુકા કક્ષાએ અગ્રતાક્રમ પ્રાપ્ત કરેલા 200 બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રોત્સાહિત કરી બાળકોના જોશ માં વધારો કરી પ્રેરણા પૂરી પાડવા સાથે તેઓ જિલ્લા કક્ષાએ અને જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ પણ પોતાના ગામ અને તાલુકાનું નામ રોશન કરે એવી આશા વ્યક્ત કરેલ હતી

   શંખેશ્વર કન્યા શાળા મા યોજાયેલા આ કાર્યક્રમ ને  સફળ બનાવવા માટે તાલુકા શિક્ષક અધિકારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ  અજીતભાઈ વાઢેર  સાહેબ તેમજ  શંખેશ્વર તાલુકા ના ખેલ મહાકુંભ ના કન્વીનર શ્રી રમાભાઈ કટારીયા તેમજ  શંખેશ્વર કન્યા શાળા ના આચાર્ય ગણેશભાઈ ડોડિયા શંખેશ્વર કુમાર શાળા ના આચાર્ય હરીભાઈ શંખેશ્વર શિશુ મંદિર વિદ્યાલયના આચાર્ય શ્રી કુવારદ કન્યા અને કુમાર શાળાના શિક્ષકગણ  રિલાયન્સ ફાઉન્ડેશનના  જયરામભાઈ રબારી તેમજ ટીમ ના સાથ સહકાર થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ તેવુ રિલાયન્સ ફાઉન્ડેશનના  વ્રજલાલ રાજગોર ની યાદીમાં જણાવેલ છે

(6:58 pm IST)