Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોરસદના રબારી ચકલામાં ગાયની હત્યા કરવાના આરોપમાં પકડાયેલ પિતા-પુત્રને અદાલતે આરોપી સાબિત કરી પાંચ-પાંચ વર્ષની સજાની સુનવણી કરી

બોરસદ:શહેરના રબારી ચકલામાં ગાયની હત્યા કરવાના આરોપસર પકડાયેલા પિતા-પુત્રને બોરસદની ચીફ કોર્ટે તકશીરવાર ઠેરવીને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૨૮-૧૦-૨૦૦૮ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે બોરસદ શહેર પોલીસે રબારી ચકલામાં આવેલા કુરેશી મહોલ્લામાં છાપો મારતાં રસીદભાઈ ઉર્ફે બોબો ઈબ્રાહીમભાઈ કુરેશી પાંચ વર્ષની એક ગાયની હત્યા કરેલી હાલતમાં પકડાઈ જપા પામ્યો હતો. જ્યારે તેનો પુત્ર સફીભાઈ ઉર્ફે સોલ્ડર ફરાર થઈ ગયો હતો. પોલીસે છરો, કુહાડી તથા હાથાવાળી છરી જપ્ત કરીને ઈપીકો કલમ ૪૨૯, ૨૯૫ (ક), ૧૧૪, એનીમલ કુઅલ્ટી એક્ટની કલમ ૧૧ (એલ), તથા પશુ સંરક્ષણ ધારાની કલમ ૫,૬, ૮, અને ૧૦ મુજબ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા સફીભાઈ ઉર્ફે સોલ્ડરને પણ ઝડપી પાડ્યો હતો અને તપાસ પુર્ણ કર્યા બાદ બોરસદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

(5:38 pm IST)