Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નડિયાદમાં સાંજના સુમારે પુત્રને ખખડાવવા બાબતે મારામારીના બનાવમાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: શહેરમાં મહેશવાટીકા નહેર પાસે આવેલ છાપરાંમાં રહેતાં ભરતભાઈ ચતુરભાઈ વાઘરી મજુરીકામ કરે છે. ગતરોજ મોડી સાંજના સમયે પુત્રને ખવડાવવા બાબતે ભરતભાઈને તેમની પત્નિ જયાબેન સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે તેમની ઘર સામે રહેતાં નરસીંહભાઈ ઠાકોર, કનુભાઈ ઠાકોર તેમજ અન્ય બે ઈસમો ભરતભાઈના ઘર આગળ દોડી આવ્યાં હતાં. અને ભરતભાઈને બહાર બોલાવી ગાળાગાળી કેમ કરો છો, અમારા ઘરે મહેમાન આવ્યાં છે તેમ કહી ચારેય જણાં ભેગા મળી ભરતભાઈને લાકડીઓ ફટકારી જતાં રહ્યાં હતાં. લાકડી વાગવાથી ભરતભાઈના માથાની ચામડી ફાટી જતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. જેથી તેમને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યારે કપડવંજમાં આવેલ ડબગરવાસ વિસ્તારમાં આવેલ રામબાગ સોસાયડી દ્વારા ડબગરવાસના નાકા પાસે ગત મંગળવારના રોજ દશેરા પર્વ નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેને લઈ રાત્રીના નવ-દશ વાગ્યાના અરસામાં સોસાયટીના લોકો નાકા પાસે એકત્રિત થયાં હતાં. ત્યારે સોસાયટીમાં રહેતાં કેટલાક બાળકો ફટાકડા ફોડવા મુદ્દે ઝઘડી રહ્યાં હતાં. જેથી સોસાયટીના મયુરકુમાર ધર્મેશભાઈએ બાળકોને ઝઘડવાની ના પાડી ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા હાર્દિકભાઈ કનુભાઈ ડબગર, કનુભાઈ કાળાભાઈ ડબગર, હરેશભાઈ જશવંતભાઈ ડબગર અને સંજયભાઈ ડબગર ગમેતેમ ગાળો બોલી મયુરભાઈ સાથે ઝઘડો કરી મારવા લાગ્યાં હતાં. જેમાં હાર્દિકભાઈ કનુભાઈ ડબગર હાથમાં ઈંટનો ટુકડો લઈ આવી મયુરભાઈને મોંઢાના ભાગે મારી હોઠ પર ઈજા પહોંચાડી હતી.

(5:30 pm IST)