Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નડિયાદ: રેલવે સ્ટેશન નજીક ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની હડફેટે બે મહિલા સહીત 1 બાળકીનું મોત નિપજતા અરેરાટી

નડિયાદ:રેલવે સ્ટેશનથી પેટલાદ રોડ ફાટક વચ્ચે ટ્રેનની નીચે બે મહિલા અને એક બાળકી આવી જતાં તેમના કપાઈ જવાથી મોત થતાં સમગ્ર નડીઆદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્રણેયે ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કર્યો છે કે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી ગયા છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. આ અંગે નડીઆદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના પશ્ચિમ વસ્તિારમાં આવેલ પટેલ બેકરી પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર આજે બપોરના બપોરે ૧.૫૦ વાગ્યે મુંબઇ તરફથી આવતી અને નડિયાદ થઇ અમદાવાદ તરફ જતી ગુજરાત એક્સપ્રેક્સ ટ્રેનની નીચે આવી જતાં બે મહિલા અંદાજીત ૫૦ અને ૪૦ વર્ષની તેમજ એક ત્રણ વર્ષની બાળકીના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઆરપીએફ, આરપીએફ અને સ્ટેશન માસ્ટર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ ટ્રેન નીચે કપાઇ ગયેલા ત્રણેના મૃતદેહોને હટાવવાની તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત છેકે મૃતકો પાસેથી કોઇપણ પ્રકારનું આઇડેન્ટીટી કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા નથી, જેના કારણે તેઓની ઓળખ થઇ શકી નથી.

(5:30 pm IST)