Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સુરતના રાંદેર-અડાજણ વિસ્તારમાં મોટરસાઇકલ ચોરી કરવા આવેલ ટોળકીના પર્દાફાશ: દુકાનને નિશાન બનાવતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા

સુરત: શહેરના રાંદેર-અડાજણ વિસ્તારમાં મોટરસાઇકલ પર ચોરી કરવા ત્રાટકતી ટોળકી ગત રાત્રે અલથાણ કેનાલ રોડ પર ત્રાટકી હતી અને શ્રી ઉમિયા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનને નિશાન બનાવી હતી અને ત્રણથી ચાર ચોર પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

અલથાણ કેનાલ રોડ સ્થિત શિવપર્ણમ રેસીડેન્સીમાં રહેતો ચિરાગ ઇશ્વર પટેલ ઘર નજીક દેવચંદ નગર સોસાયટીમાં શ્રી ઉમીયા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામે પાન પાર્લર ચલાવે છે. ગત રોજ વ્હેલી સવારે પાન પાર્લર સામે રહેતા ફોઇના દીકરા બિપીન બબલદાસ પટેલનો ફોન ચિરાગ પર આવ્યો હતો ને કહ્યું હતું કે તમારી દુકાનનું શટર તુટેલું છે. જેથી ચિરાગ તુરંત જ પોતાની દુકાન ખાતે દોડી ગયો હતો. જયાં બિપીન ઉપરાંત તેનો મિત્ર જયેશ પ્રવિણ પટેલ પણ હાજર હતા. જયેશે ચિરાગને જણાવ્યું હતું કે તેઓ પોણા ત્રણ વાગ્યાના અરસામાં દેવચંદ નગરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વિનાની પલ્સર સહિત બે મોટરસાઇકલ હતી.

(5:28 pm IST)