Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સુરત: દિવાળીમાં હીરાના ઉદ્યોગોમાં ધમધમાટ જોવા મળ્યો: દિવાળીની રજાઓ પહેલા રફનો સ્ટોક પૂરો કરવા કામગીરી જોશભેર શરૂ કરવામાં આવી

સુરત: શહેરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે હીરાઉદ્યોગમાં ધમધમાટ આખરના દિવસોમાં ખૂબ જ વધી ગયો છે. દિવાળીની રજાઓ શરુ થાય તે પહેલાં રફનો સ્ટોક પૂરો કરવાની કામગીરી જોશભેર ચાલી રહી છે. આ વેળાં વેકેશન પચ્ચીસેક દિવસનું રહેવાની ગણતરી છે અને આગામી તા. 20 મીથી મોટાભાગના એકમો કામકાજ બંધ કરવાનું શરૂ કરી દેશે.

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, વેકેશન એકસાથે ક્યારે શરૂ થતું નથી. દરેક એકમો પોતપોતાની રીતે વહેલું-મોડું વેકેશન શરૃ કરતાં હોય છે.પરંતુ દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૃ થતી હોવાથી વતન ગયેલાં કારીગરો ઓછામાં ઓછાં 20 થી 25 દિવસ તો વેકેશન ભોગવશે જ. જ્યારે સુરતમાં હીરાના કારખાનાઓ અઢાર-વીસમીથી બંધ થવાનું શરૂ થશે તે સાથે કારીગર વર્ગ વેકેશનની ઉજવણી માટે વતન જશે.

(5:27 pm IST)