Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આણંદના લાંભવેલ રોડ પર બાઈક પર જતા પિતા-પુત્ર પાસેથી આંગડિયા પેઢીના કર્મચારી 46લાખની લૂંટ ચલાવી રફુચક્કર

આણંદ:શહેરના લાંભવેલ  રોડ ઉપર એસ.કે.સિનેમા પાસે સવારના સમયે આંગડીયા પેઢીના રોકડા રૂા.૪૬ લાખ લઈને બાઈક ઉપર સવાર થઈ જઈ રહેલ પિતા-પુત્ર પાસેથી બે થી ત્રણ જેટલા બાઈક સવાર લૂંટારૂઓ દ્વારા બાઈક અટકાવી બાઈક ઉપરનો થેલો તફડાવીને લૂંટ કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક લાંભવેલ ખાતે માનસી સોસાયટીમાં રહેતા તેમજ આણંદના ગામડીવડ પાસે બળીયાકાકા રોડ ઉપર વી.પટેલ નામની આંગડીયા પેઢી ધરાવતા કાંતિભાઈ ઠક્કર તથા તેમનો પુત્ર સવારના સમયે બાઈક લઈને ઓફિસે જઈ રહ્યા હતા. તેમની પાસે થેલામાં રોકડા રૂા.૪૬ લાખ હતા. જે તેઓ થેલામાં લઈ બાઈકના સ્ટેયરીંગ ઉપર ભરવીને જઈ રહ્યા હતા. 

(5:24 pm IST)