Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નડિયાદના જુના બિલોદરા રોડ પર ઘર આંગણે કચરો નાખવા બાબતે બે જૂથો બાખડ્યા: સામસામે રાયટિંગની ઘટનામાં બને પક્ષના આરોપીઓને કેદની સજાની સુનવણી

નડિયાદ:તાલુકાના જૂના  બિલોદરા ગામે પડોશમાં રહેતા ઇસમના ઘર આંગણે ગંદો કચરો નાંખવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બનાવમાં નડિયાદ રૂરલ પોલીસ મથકે  સામસામી ફરિયાદો નોંધાઇ હતી. જેમાં પોલીસે આઠ અને ચાર ઇસમો સામે રાયોટીંગની ફરિયાદ  દાખલ કરી હતી. આ કેસ આજે નડિયાદની સેશન્સ  કોર્ટમાં ચાલી જતા કોર્ટે આઠ આરોપીઓને દશ વર્ષની સખત કેદની સજા અને દંડ ભરવાનો હૂકમ કરાયો છે. જ્યારે સામા પક્ષના પાંચ  આરોપીઓને ચાર વર્ષની સખત કેદની સજા જાહેર કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ તાલુકાના જૂના બિલોદરા ગામે છેલ્લાં ઘણાં સમયથી બે કોમો વચ્ચેના રાયોટીંગના મામલે વારંવાર વાતાવરણ તંગ બને છે. ગત્ ૧લી મે ૨૦૧૬ના રોજ આવો જ એક રાયોટીંગનો બનાવ બન્યો હતો. જેની વિગતો એવી છે કે જૂના બિલોદરા ગામે રહેતા ફતાભાઇ અને લાલાભાઇ મોહનભાઇ ભરવાડાના મકાનો પાસે પાસે આવેલા છે. બંનેના ઘરોની વચ્ચે ફતાભાઇની ખાલી જગ્યા આવેલી છે. બે વર્ષ અગાઉ લાલાભાઇએ આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી દિવાલ ચણી લીધી હતી. 

(5:24 pm IST)