Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સરકાર ૩૦મીએ રજા જાહેર કરે તો સળંગ ૬ દિવસ રજા

સચિવાલય સ્ટાફ એશો.એ મુખ્યમંત્રી સમક્ષ માંગણી મૂકી

ગાંધીનગર તા. ૧૧: ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એશો.ના પ્રમુખ મનુભાઇ પટેલ અને મહામંત્રી મૌલિક પટેલે તા. ૩૦મીએ રજા જાહેર કરી રાજય સરકારના કર્મચારીઓને સળંગ ૬ દિવસની રજાનો લાભ આપવા માંગણી કરી છે.

તેમણે ગઇકાલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. રપ/૧૦ ધનતેરસના દિવસથી શરૂ થનાર છે. દિવાળીનો તહેવાર ભારતનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારની દરેક નાગરિક ઉત્સાહભેર ઉજવણી કરે છે તથા દિવાળીપર્વ નિમિતે અધિકારી/કર્મચારીઓ રજાઓના કારણ વતન પ્રવાસ તથા જુદા જુદા સ્થળોએ પ્રવાસે જતા હોય છે. ત્યારે સળંગ રજાનો લાભ મળે તે હેતુથી ચાલુ વર્ષે તા. ર૬/૧૦/ર૦૧૯ થી તા. ર૯/૧૦/ર૦૧૯ સુધી જાહેર રજા આવે છે. તા. ૩૦ના રોજ ચાલુ દિવસ છે અને ત્યારબાદ તા. ૩૧ રોજ સરદાર જયંતિની જાહેર રજા આવતી હોઇ તા. ૩૦ ના રોજ રજા જાહેર કરવા વિનંતી છ.ે તા. ૩૦ની રજાની સામે નવેમ્બર માસના બીજો અથવા ચોથો રજાનો કોઇપણ એક શનિવારે કચેરી ચાલુ રાખવાની વિનંતી છે.

(4:22 pm IST)