Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શરદ પૂર્ણીમાએ સુરતમાં ફાલ્કન કંપનીના એકસકલુઝીવ શોરૂમનો શહિદ પરિવારોને હસ્તે પ્રારંભ

રાજકોટ તા.૧૧: અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્કૃષ્ટ વોટર સોલ્યુશન પ્રદાન કરતાં ફાલ્કન પમ્પસ દ્વારા તા.૧૩ના રવિવારે સુરત શહેરના કામરેજ વિસ્તારમાં કંપનીના અદ્યતન શો-રૂમનું ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યુ છે. દેશના નાગરિકોની સુરક્ષા કરવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રધ્ધાંજલી પાઠવતાં ૧૨ વીર જવાનોના પરિવારજનોના હસ્તે તેમજ મુક બધીર બાળકોના હસ્તે શો-રૂમનું ઉદઘાટન કરવામાં આવશે. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી ધીરજલાલ સુવાગીયા તેમજ એકિઝકયુટિવ ડિરેકટર શ્રી કમલનયન સોજીત્રા તેમજ જગદીશભાઇ કોટડીયા, હરસુખભાઇ સુવાગીયા, પારસભાઇ શીંગાળા વગેરે ઉપસ્થિત રહેશે.

ફાલ્કન કંપની દ્વારા સૌપ્રથમ વખત વી-૬ બોરવેલ પંપમાં ૫૦ ફુટ હેડ અને વી-૮માં ૯૦ ફુટ હેટ પ્રતિ સ્ટેજનો આવિષ્કાર અને સંશોધન કરી ખેતિવાડીના ઉત્પાદનમાં હજારો કરોડનો ખેડુતોને તેમજ દેશની મુલ્યવાન વિજબચન કરી આર્થિક ફાયદો કરાવેલ છે. ફાલ્કન પંપ ડિઝાઇન અને ટેકનોલોજીનો અનોખો સુમેળ ધરાવે છે. હંમેશાથી ઇનોવેશન અને ગુણવત્તાયુકત સોલ્યુશન પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત રહ્યું છે અને આ વિચારધારાને જાળવી રાખતાં કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી સજજ પ્રોડકટસ્ રજૂ કરી છે, જે ખેડૂતો અને ઔદ્યોગિક સમૂહને ખુબજ ઉપયોગી સાબિત થઇ છે.

રાજકોટ સ્થિત અને સમગ્ર ભારતમાં ફાલ્કનના એસ.એસ.પંપસેટની ડિઝાઇનનો લાભ લઇ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જે ફાલ્કનના સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ફાલ્કન પંપની વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી જે પ્રોડકટસ રજુ કરી છે, તેમાં ૩૫ ટકા થી ૫૦ ટકા જેવી વિજળીની મહાબચત, ઝીરો મેઇન્ટેનન્સ, નહિવત જાળવણી ખર્ચ અને ૧૦ વર્ષથી વધુની લાઇફ સાયકલ જેવા ગ્રાહકલક્ષી ફાયદા ધરાવતી ૨૨૦૦ થી વધુ પંપની વિશાળશ્રેણી તેમજ ISI/ISO 14000:2015 જેવા પર્યાવરણના સર્ટીફીકેટ ધરાવતા કંપનીનો સુરત ખાતે અત્યાધુનીક ભવ્ય રીટેઇલ અને હોલસેલ શો-રૂમ શરૂ થવા જઇ રહ્યો છે.

ઉતર,દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં ગ્રાહકમિત્રોને કંપની શો-રૂમ ઉપરથી વ્યાજબી અને ફિકસ ભાવે પંપસેટ સાથે કંપનીના કેબલ અને વાયર, સ્પેયર્સ, એચ.ડી.પી.ઇ. પાઇપ્સ, કોલમ પાઇપ, રીજીડ પીવીસી પાઇપ્સ, પ્લમ્બીંગ ફીટીંગ્સ, ઇલેકટ્રીક સ્ટાર્ટર, બુસ્ટ પંપસેટ, સુએજપંપ, ડીવોટરીગપંપ, AC/DC સોલારા પંપસેટ-સોલાર પેનલ, AC/DC કંટ્રોલર, એમ.એસ.-જી.આઇ પાઇપનું સ્ટ્રકચર વગેરેની વિશાળશ્રેણી હાજરમાં મળી રહેશે.

ફાલ્કન કંપનીના ફાઉન્ડર સી.એમ.ડી.શ્રી ધિરજલાલ સુવાગીયા, ફાઉન્ડર-એકઝી ડાયરેકટર શ્રી કમલનયન સોજીત્રા, લીગલ ડાયરેકટર શ્રી જગદીશભાઇ કોટડીયા અને એમ.ડી.શ્રી હસમુખભાઇ સુવાગીયા સેવા આપી રહ્યા છે.

(4:01 pm IST)