Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમદાવાદમાં ભોજનમાંથી વંદો નીકળ્યા બાદ હવે સુરતની આઈસક્રિમમાંથી જીવાત નીકળી !!

વીડિયો સુરતા મોટા વરાછા વિસ્તારનો હોવાનું અનુમાન

અમદાવાદની હોનેસ્ટ રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળ્યાની ઘટના હજુ શમી નથી ત્યાં સુરતની ઘટના સામે આવી છે. સુરતમાં આઈસક્રીમના કોનમાંથી જીવાત હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતા મોટા વરાછા વિસ્તારનો હોવાનું અનુમાન છે. અને તે સુરતમાં વાયરલ બન્યો છે.  વીડિયોમાં રહેલો વ્યક્તિ આઈસક્રીમમાં જીવાત હોવાનું જણાવી રહ્યો છે. જેથી હવે બહાર મળતી પ્રોડક્ટ ખાવી કે ન ખાવી તે જનતા માટે મોટો પ્રશ્ન બન્યો છે.

(1:50 pm IST)