Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગેસના ભાવવધારાના વિરોધમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય કોટવાલ ગેસની બોટલ લઇને કલેકટર કચેરીએ પહોંચ્યા

બી.પી.એલ‌ લાભાર્થીઓને કેરોસીન ફરીથી શરૂ કરવામા આવે તેવી માગ કરી

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ગેસની બોટલ લઈને ક્લેક્ટર કચેરી પહોંચ્યા હતા. ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસની બોટલોના ભાવ વધતા વિરોધ કરવામાં આવ્યો હતો. બી.પી.એલ‌ લાભાર્થીઓને કેરોસીન ફરીથી શરૂ કરવામા આવે તેવી માગ કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજના બાદ સરકારે કેરોસીન આપવાનું બંધ કર્યુ હતુ.

(9:20 pm IST)