Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમરાઈવાડી સીટ પર પેટાચૂંટણી લડતા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણીપંચે નોટિસ ફટકારી

ખાતામાં રૂપિયા જમા કરીને ખર્ચ કરવાના બદલે સીધો ખર્ચ કરતા બંનેને નોટિસ ફટકારી

 

અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણી લડતા ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી પંચની નોટિસ ફટકારાઇ છે. ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને બંને ઉમેદવારોને ચૂંટણી પંચે ખર્ચ કરવાની બાબતમાં અનિયમિતતા દાખવતા નોટિસ ફટકારી છે.

  બંનેએ રજીસ્ટર ખાતામાં રૂપિયા જમા કરીને ખર્ચ કરવાના બદલે સીધો ખર્ચ કરતા બંનેને નોટિસ ફટકારીને સમગ્ર મામલે તાત્કાલીક ખુલાસો કરવા કહ્યું છે.

(12:06 am IST)
  • ગોરખપુર જેલમાં કેદીઓએ ડેપ્યુટી જેલરની પીટાઈ કરી : પોતાના સાથી કેદીઓને લમધારતા વિફરેલા કેદીઓએ ડેપ્યુટી જેલર સહિતના કર્મીઓને ઢોર માર માર્યો :કેદીઓએ મચાવેલ ઉત્પાતની જાણ થતા જિલ્લાધિકારી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા access_time 12:38 am IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની ડ્યુટી ફી દુકાનો ઉપર GST નહિ લાગે : મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં આવેલ ડ્યુટી ફી દુકાનો ઉપર હવે GST નહિ લાગે : બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ રંજીત મોરે-ભારતી ડાંગરેનો મહત્વનો ચુકાદોઃ ભારતની બહાર જનાર મુસાફરોનો એ સામાન નિકાલ થયેલો ગણાયોઃ GST સામે ફલેમીંત્રો ટ્રેબલ રીટેલ લીમીટેડ અરજી દાખલ કરી હતીઃ કંપનીની એરપોર્ટ ઉપર દુકાનો છે. access_time 11:26 am IST