Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સંતરામપુરના ગોધર પાસે દારૂ ભરેલી કારે અડફેટે લેતા બાઇકચાલકને ઇજા

ઇજાગ્રસ્તને સારવાર અર્થે લુણાવાડા ખસેડાયો: લોકોના ટોળા ઉમટ્યા

 

સંતરામપુરના ગોધર પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે લુણાવાડા ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. સંતરામપુર પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:25 pm IST)