Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વડોદરામાં દારૂની બાબતે થાઘડો થતા ઈસમ પર ખંજરથી જીવલેણ હુમલો કરતા અરેરાટી

વડોદરા:ટ્રાવેલ્સનો ધંધો કરતા શખ્સે મંગાવેલી દારૃની બોટલ બાબતે ઝઘડો થતા મિત્રએ જ ખંજર વડે હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. એસીપી જી ડિવીઝને ગુનામાં સામેલ બંન્ને આરોપીઓને ઝડપી પાડયા છે.

આ અંગેની વિગત એવી છે કે, હરણી-વારસીયા રીંગરોડની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અરવિંદ કનુભાઇ તડવી ઓમ સાંઇરામ ટ્રાવેલ્સના નામે ધંધો કરે છે. અરવિંદ તડવી પાસે મિત્ર અલ્પેશ ભીખાભાઇ રાછી (રહે. સ્કુલ, ચોક કિશનવાડી) એ દારૃની બોટલ મંગાવી હતી. પરંતુ દારૃની બોટલ લાવતા મોડુ થતા અલ્પેશ માછીએ અરવિંદ તડવી સાથે ઝઘડો કર્યો હતો અને હું પૈસા નહતો આપવાનો? તેમ જણાવ્યું હતું. થોડીવાર પછી અલ્પેશ માછીનો જ સાળો મનોજ માછી દારૃની બોટલ આપવા માટે ગયો હતો.

 

 

(5:29 pm IST)