Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમદાવાદના ચાંદખેડામાં માલિકના ઘરમાંથી 24 લાખની રોકડ લઇ છુમંતર થયેલ નોકરને પોલીસે રંગે હાથે દબોચ્યો

અમદાવાદ:ચાંદખેડામાં રહેતા એક વેપારીનાં ઘરમાંથી ઘરનોકર ૨૪ લાખ રોકડા લઈને ભાગી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે તેની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી પરિવાર સાથે દુબઈ ફરવા ગયા ત્યારે નોકર બેડરૃમમાંથી ચોરી કરી રાજસ્થાન જતો રહ્યો હતો

આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં સંગાની આદિત્ય હાઈટ્સમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર સાથે રહે છે. રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હોટેલો ધરાવતા નરેશભાઈએ ૧ સપ્ટેમ્બરના રોજ ધંધાના રૃ. ૨૪ લાખ તેમની પત્નીને આપ્યા હતા.

આ નાણાં તેમની પત્નીએ બેડરૃમમાં બેડની અંદર થેલીમાં મુક્યા હતા. બાદમાં ૨ સપ્ટેમ્બરના રોજ વેપારી તેમની પત્ની, પુત્ર અને પુત્રી સાથે દુબઈ ફરવા ગયા હતા.

દરમિયાન ૨ ઓક્ટોબરના રોજ અરોરાની પત્ની વંદનાએ ૨૪ લાખ રૃપિયા બેડરૃમમાં ન હોવાનું પતિને જણાવ્યું હતું. તે સિવાય તેમના ઘરમાં કામ કરતો કિશનલાલ કાલુરામ ગામેતી વંદનાબહેનને કહીને ૧ ઓક્ટોબરના રોજ તેના વતન રાજસ્થાન ચાલ્યો ગયો હતો.

(5:27 pm IST)