Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમદાવાદના વટવામાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી પોલીસ પુત્ર સહીત 6ને ઝડપ્યા

અમદાવાદ:વટવા વિસ્તારમાંથી કુતુબનગર પાસે એક ચાલીના મકાનમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરને પોલીસે પકડી પાડયું હતું. જેમાં પોલીસ પુત્ર સહિત છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અમેરીકાના નાગરિકોને બેન્ક લોનની લાલચ આપીને છેતરપીંડી કરતા હતા. પોલીસે સ્થળ પરથી લેપટોપ સહિત રૃા. ૨.૧૫ લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વટવા કુતુબનગર ગલી નં-૧૦માં ફજલુભાઇની ચાલીમાં સાદીકઅલીના મકાનમાં પોલીસે ચોક્કસ બાતમી આધારે દરોડો પાડયો હતો. જ્યાં બીજા માળે બે ઓરડીમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા છ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા શખ્સોમાં શાહઆલમ દરવાજા સામે એફ કોલોનીમાં રહેતા અને અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા અબ્દુલભાઇના પુત્ર હારુન ઘાંચી અન શાહઆલમમાં મંગળદાસની ચાલીમાં રહેતા શાહરુખનવાજ મોહંમદ હસન કરીમભાઇ મંસુરી તથા શાહઆલમ મિલત્તનગર પાસે મુનશીનગરમાં રહેતા મોહસીનખાન અયુબખાન પઠાણ સહિત છ લોકોનો સમાવેશ થાય છે.

(5:27 pm IST)