Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઠાસરાના બોગસ ડોકટરના અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ઠાસરા: તાલુકાના ઢુણાદરામાંથી નિ:સંતાન દંપતીઓને સંતાનની લાલચ આપી સારવાર કરતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ બોગસ ડોક્ટરની વધુ પૂછપરછ કરતા દસ દિ’ના રીમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપી ડોક્ટરના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના ઢુણાદરામાં દરગાહ પાસે રહેતા આરીફખાન ઐયુબખાન પઠાણ ડોક્ટર હોવાનું જણાવી નિ:સંતાન મહિલાઓને સંતાન થવાની લાલચ આપી દવા તેમજ ઈન્જેક્શન આપી સારવાર કરતો હતો. આ ઈસમ સામે મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કે તબીબી અભ્યાસની કોઈ ડિગ્રી ન હતી. આમ છતાં ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી નિ:સંતાન મહિલાઓને સંતાન થવાનો વિશ્વાસ આપી દવા, ગોળીઓ, ઈન્જેક્શનો આપી મહિલાઓના સ્વાસ્થ્ય આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. આ બોગસ ડોક્ટર મહિલાઓ પાસેથી પૈસા પડાવતો હતો. આ અંગેની મહિલાઓની ફરિયાદ ઊઠતા આરોગ્ય તંત્ર ચોંકી ઊઠ્યું હતું. આ બનાવ અંગે ઠાસરાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. રજનીકાંત પટેલની ફરિયાદ આધારે પોલીસે આરીફખાન ઐયુબખાન પઠાણ સામે ગુનો નોંધી અટકાયત કરી વધુ પૂછપરછ કરવા માટે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. 

આ બોગસ ડોક્ટર આરોગ્ય ખાતાના તબીબો સાથે સાંઠગાંઠ કરી મહિલાઓની સારવાર કરવાના બહાને પૈસા પડાવી આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાના બનાવથી હચમચી ઊઠ્યું છે.

(5:26 pm IST)
  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • અમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST

  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST