Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ફકત હિન્દુ ધર્મસ્થળોને જ કેમ ફંડ અપાયુ ?

ગુજરાત હાઈકોર્ટનો પીઆઈએલ બાદ રૂપાણી સરકારને પ્રશ્ન

ગાંધીનગર,તા.૧૧: ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટીસ રેડ્ડી અને જસ્ટીસ પંચોલીની બેન્ચે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગે આવેલ પીઆઈએલ બાદ સરકારના વકીલને પુછયુ હતુ કે બોર્ડ દ્વારા હિન્દુ ધાર્મીક સ્થળોના વિકાસ માટે જ કેમ ફંડ આપવામાં આવ્યું છે? અરજકર્તા મુઝાહિદ નફીસે બોર્ડના એ નિર્ણય ઉપર આપત્તિ દર્શાવેલ કે ફકત હિન્દુ તીર્થસ્થાનોના વિકાસ માટે ફંડ અપાયું છે. આમાં ૩૫૮ હિન્દુ તીર્થધામોને ફંડ અપાયુ છે. તેમણે મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન, શિખ બૌધ્ધ અને યહુદીના ધાર્મીક સ્થળોને ફંડમાંથી બાકાત રખાયાનું પણ અરજીમાં જણાવેલ તેમના વકીલે દલીલ કરેલ કે બોર્ડ ફકત એક જ ધર્મને માનનાર લોકો માટે ફંડ એકત્ર કરેલ છે. અન્ય ધર્મોને નજર અંદાજ કરાયા છે. જે ગેરકાયદેસર અને ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન છે.(૩૦.૬)

(3:55 pm IST)