Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વડોદરામાં પરપ્રાંતિયોથી ભરેલી ટ્રેન પર હુમલો: 6 ડબ્બામાં કરાઈ તોડફોડ: 25 લોકોની ધરપકડ

વડોદરા :એક અહેવાલ મુજબ મંગળવારના રોજ વડોદરામાં હિન્દી ભાષી લોકોથી ભરેલી ટ્રેન પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ટ્રેનના 6 ડબ્બામાં તોડફોડ કરવામાં આવી હતી. વડોદરામાં આ મામલે પોલીસે 25 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ સિવાય 6 ગાડીઓ પણ જપ્ત કરી છે. આ રિપોર્ટ મુજબ જે લોકો ગુજરાત છોડીને જઈ રહ્યા છે, તેઓ પોતાનો પગાર લીધા વગર જ ભાગી રહ્યા છે.

(3:04 pm IST)