Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમદાવાદમાં આજ 11 ઓક્ટો થી શૂટિંગ સ્પર્ધા : 17 ઓક્ટો સુધી ચાલનારી ઇન્ટર સ્કૂલ શૂટિંગ સ્પર્ધાનું ઉદઘાટન બીજેપી ગુજરાત અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તથા ગ્રહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરશે : 2 હજાર ઉપરાંત શૂટર્સ ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત સ્ટેટ રાઇફલ એશોશિએશન,ખાનપુર અમદાવાદના ઉપક્રમે આજ 11 ઓક્ટો થી 17 ઓક્ટો દરમિયાન 22 મી કુમાર સુરેન્દ્રસિંહ ઇન્ટર સ્કૂલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે.રાઇફલ ક્લબ ખાનપુર મુકામે યોજાનારી આ સ્પર્ધાનું ઉદઘાટન આજરોજ સવારે 11 કલાકે કરાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી,ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી તથા ગુજરાતના ગ્રહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપી ઉદ્ઘાટન કરશે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 2 હાજર શૂટર્સ ભાગ લેશે.તેવું શ્રી મનીષ પટેલની યાદી જણાવે છે.

(12:59 pm IST)