Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

નવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

નવરાત્રી શકિત - ઉપાસનાનું પર્વ, સમાજને તોડવા માંગતા તત્વોને પરાસ્ત  કરીને સમરસ - સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર તા. ૧૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, નવરાત્રિનું પર્વ શકિત ઉપાસના પર્વ છે. આ શકિતની ભકિત આપણા સૌ માં એવી ઉર્જા સંચિત કરે કે, સમાજને તોડવા માગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી સમરસ અને સમૃદ્ઘ સમાજ નિર્માણ કરીએ.

તેમણે કહ્યું કે, શકિતનું આ ઉપાસના પર્વ  સૌને રાષ્ટ્ર ભકિત અને તે દ્વારા આપણી માં ભારતી ને જગત જનની બનાવવાનો એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાકાર કરનારું પર્વ બને.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદ માં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮ નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એસ.સુભાષ રેડ્ડી તેમજ રાજય મંત્રી મંડળના મંત્રીઓ વિવિધ દેશો ના રાજદૂતો આ અવસર ના સાક્ષી બન્યા હતા.

શ્રી વિજયભાઈએ ઉમેર્યું કે, નવરાત્રિ અને પતંગ ઉત્સવ એ ગુજરાત ની બ્રાન્ડ ઇમેજ આખા વિશ્વ માં બની ગયા છે.

આ ઉત્સવોને જનશકિતના સહયોગથી જન ઉમંગથી ઉજવવાની નવતર પરંપરા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપીને  આવા ઉત્સવોમાં જનશકિતની ઉર્જા વાયબ્રન્સીને વિકાસના નવા કાર્યો માં જોડવાની નવી દિશા આપીછે.

આ નવરાત્રિઉત્સવ પ્રવાસન પ્રવૃતિને પણ વેગ આપનારું પર્વ છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ગામ-નગર-શહેરો-ગલી-મહોલ્લા દરેક જગ્યાએ નાત-જાત, ધર્મ-કોમના ભેદ ભૂલી  આબાલ-વૃદ્ઘ સૌ કોઇ નવરાત્રિ ના નવ નવ દિવસો દરમ્યાન મન મૂકી ને ગરબા, રાસ દાંડિયા અને પ્રાચીન-અર્વાચીન ગરબામાં આનંદ ઉલ્લાસથી જોડાય છે તે જ સમરસતા એકતા નો સમાજ સંદેશ આપે છે.

મુખ્ય મંત્રીશ્રીએ સેપ્ટ અને ગુજરાત ટુરિઝમના સહયોગમાં તૈયાર કરાયેલ 'વર્નાકયુલર ફર્નિચર ઓફ ગુજરાત' પુસ્તકનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ 'એક ભારત - શ્રેષ્ઠ ભારત' એકિઝબિશન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, નાના મહોલ્લાથી માંડીને મોટા શહેરો સુધી સેંકડો વર્ષોથી નવરાત્રિનો મહોત્સવ ઉજવાય છે.  

તેમણે કહ્યું કે, જયાં જયાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં માં આદ્યશકિતની અરાધના કરતા નવ-નવ દિવસ સુધી ગરબા દ્વારા ઉજવાય છે.

હજારો વર્ષ જૂની આ પરંપરાને ઉત્ત્।ેજન આપવા રાજય સરકાર દ્વારા પ્રતિ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતનાં ગરબા વિશ્વભરમાં ખ્યાત છે અને આ ગરબા દ્વારા ગુજરાતનો નાતો વિશ્વભરમાં ઋણાનુબંધના નાતે બિનનિવાસી ગુજરાતીઓ સાથે જોડાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્સવો સમાજ જીવન સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મમાં શકિત પૂજાનું અનોખું મહત્વ છે. અનુષ્ઠાન અને પૂજાથી શકિતની આરાધના કરવાનો તહેવાર નવરાત્રિછે.

હેરીટેજ થીમને ધ્યાને રાખીને સમગ્ર નવરાત્રીનું આયોજન કર્યું છે. છત્ત્।ીસગઢના ૫૦ કલાકારો પણ નવરાત્રીમાં જોડાયા છે.

પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓના રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે આનંદનગરી-બાળનગરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં થીમ પેવેલીયનને ખુલ્લાં મુકયા હતા.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ,  મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, સાંસદ ડો. કિરીટભાઇ સોલંકી, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, વિવિધ દેશોના રાજદૂતો, ૪૦ દેશોમાંથી પધારેલા વિશિષ્ટ અતિથિઓ, મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૪)

(11:50 am IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST