Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અલ્પેશના ઉશ્કેરણીજનક નિવેદનથી સ્થિતિ વણસી

ઠાકોર સેના અને અન્યોના આક્ષેપો આધારવગરના : અલ્પેશ ઠાકોરના ઉશ્કેરણીજનક વિધાનોની ટિકા કરાઈ

અમદાવાદ,તા.૧૦ : ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચની પત્રકાર પરિષદમાં રાજયની ભાજપા સરકાર અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પર કરાયેલા આક્ષેપો અને વિધાનોને વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોપમાં વખોડી તીવ્ર આલોચના કરતા જણાવ્યું છે કે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાસ્તિવમાં કોંગ્રેસની છે, ભાજપની નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભેદભાવની નિતી અપનાવે છે તેવા ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચના આક્ષેપોનો જવાબ આપતા ચુડાસમાએ જણાવ્યુંે છે કે, નીતિન પટેલ રાજયના તમામ સમાજના આગેવાન છે. તેઓ સૌને સાથે લઈને ચાલનારા પરિપકવ નેતા છે. વર્ગવિગ્રહ કરાવી તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે, તેવા ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચના આક્ષેપો સદંતર ખોટા અને પાયાવિહોણા છે. વાસ્તવમાં હિંસા કોણ ભડકાવે છે તે રાજયની જનતા જાણે છે. પોલીસ તપાસમાં જેમના નામો બહાર આવ્યા છે તેનાથી સૌ વાકેફ છે ત્યારે ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચના આક્ષેપો સદંતર પાયાવિહોણા છે. પરપ્રાંતિય લોકોની રોજગારીના સંદર્ભમાં કરાયેલા આક્ષેપોના જવાબમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતના પ્રત્યેક નાગરિકને દેશના કોઈપણ રાજયમાં રોજગારી મેળવવાનો અધિકાર છે અને તે મુજબ વાઈબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં વધતા જતા ઉદ્યોગોના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળે છે તેમ અન્ય રાજયોના લોકોને પણ તેમની લાયકાતના આધારે સ્વાભાવિક રીતે જ રોજી રોટી મળે તેમા પ્રાંતવાદને કોઈ અવકાશ નથી અને આખરે રાજયના ઉદ્યોગ ક્ષેત્રને તેનાથી લાભ થતો હોય છે. રાજયમાં શાંતિ ડહોળાય તેવા પ્રયાસો અલ્પેશ ઠાકોર દ્વારા થઈ રહયા છે તેમ સ્પષ્ટ પણે જણાવીને ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, ૧૭, સપ્ટેમ્બરના રોજ મહેસાણા જિલ્લાાના બહુચરાજી ખાતે અલ્પેશ ઠાકોરે યોજેલી બેરોજગારી સભામાં ઉચ્ચારેલા ઉશ્કેટરીજનક વિધાનો અને ખાસ કરીને ગુજરાત બહારના લોકો વિશે કરેલ ટિકા-ટીપ્પણીઓએ ઉશ્કરણી ફેલાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.

(9:12 pm IST)