Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

અમદાવાદના છારાનગર નજીક સગીરાની છેડતીના મામલે બે આરોપી ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ધરપકડ

:અમદાવાદમાં છારાનગર નજીક પાણીની ટાંકી પાસે થોડા દિવસ અગાઉ એક સગીરા સાથે છેડતી મામલે સરદાનગર પોલીસે ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરી છે. રાજેશ વાઘવાની અને પૂરવ બજરંગી નામના આ બંને આરોપીઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અને હાલ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે.

   આ શખ્સોની અમદાવાદના છારાનગરમાં એક સગીરાની છેડતીના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. આ બંને શખ્સો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.અગાઉ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા હતા. હાલ તેઓ ગુજરાતી નાટકો અને શોર્ટ ફિલ્મો માટે કામ કરે છે. જેમાં ડિરેક્ટર-પ્રોડ્યુસર કહેવાતા રાજેશ વાઘવાની.પૂરવ બજરંગીની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા છારાનગરમાં પાણીની ટાંકી પાસે એક સગીરાની છેડતી થઈ હતી. ત્યારે આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં રાજશ વાઘવાની અને બજરંગી બંધુઓ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ કરીને બે આરોપીની ધરપકડ કરી.

(9:40 pm IST)