Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વડોદરાના ફતેપુરામાં ટ્રક ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા લોકો વિફર્યા:ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યો

વડોદરા :શહેરના ફતેપુરા મેઇન રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી સ્થળ ઉપર લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

  જાણવા મળતી વિગત વડોદરાના ફતેપુરા મેઇન રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વારસિયા રિંગ રોડ સ્થિત 20, અક્ષરધામ સોસાયટીમાં ખાતે રહેતા મિનાક્ષીબેન શાહ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી ટ્રકે મહિલાને અડફેટે લીધી હતી. જેથી તેને સારવાર અર્થે કારેલીબાગ વિસ્તારની ખાનગી હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. ટ્રકના ડ્રાઇવર અર્જુન રાજભારને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

(9:41 pm IST)
  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST