Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

શક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો

નિજ મંદિરમાં સવારના 4થી રાત્રીના 11 સુધી દર્શન થઇ શકશે

શક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી  વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો

નવરાત્રીની શરૂઆત થતા શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પ્રથમ દિવસે લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હોય છે. યાત્રાધામ પાવાગઢમાં માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એક હજારથી વધારે પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

 ચાલુ વર્ષે પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ લેસર શો ડુંગર પર આવેલા દુધિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓન બતાવવામાં આવશે. ત્યારે નવરાત્રી દરમ્યાન નિજ મંદિરમાં દર્શનનો સમય સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રહેશે.

(9:52 pm IST)
  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST