Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ

સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રિનું વેકેશનઃ ૧૬૮૧ શાળાઓમાં નવ દિવસ શિક્ષણકાર્ય બંધ : શિક્ષણ વિભાગ વેકેશનના નિર્ણયનો અમલ કરાવવા માટે મક્કમ

અમદાવાદ, તા.૧૦: છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અને વિદ્યાર્થીઓની અવઢવ, મૂંઝવણની પરિસ્થિતિ અને વિવાદોની વચ્ચે આજથી શહેરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નવરાત્રીનું વેકેશન પડી ગયું છે. નવરાત્રી વેકેશન દરમિયાન શહેરની ૧૬૮૧ શાળાઓમાં શિક્ષણકાર્ય આજથી નવ દિવસ માટે બંધ રહેશે. શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ વિભાગના આદેશનું પાલન કરાવવા માટે મક્કમ છે. બીજીબાજુ, રાજય સરકારના નવરાત્રિ વેકેશનના નિર્ણયનું જે શાળાઓ પાલન નહી કરે તેવી શાળાઓ વિરૃદ્ધ આકરી કાર્યવાહી કરવાની સરકારે ચીમકી ઉચ્ચારી હોવાથી શિક્ષણવિભાગ આ બાબતે પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. અગાઉ ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓ કે જે વેકેશનનો વિરોધ કરતી હતી તેવી શાળાઓ તો ઠીક સીબીએસઈની કેટલીક શાળાઓએ પણ વેકેશન જાહેર કરી દીધું છે. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં નવરાત્રિનું વેકેશન પડી ગયું છે. કોઈપણ શાળામાં શિક્ષણકાર્ય ચાલુ હોય કે ખુલ્લી હોય તેવી ફરિયાદ અમને અત્યાર સુધી મળી નથી. દરેક શાળાઓ તા.૧૮ ઓક્ટોબર સુધી બંધ રહેશે. કેટલીક ખાનગી શાળાઓ આજે ખુલ્લી હોવાની માહિતી હોવા બાબતે અમદાવાદ શહેર ખાનગી શાળા સંચાલક મંડલના પ્રમુખ ધીરેનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કદાચ ટૂંકા સમય માટે નવરાત્રી સેલિબ્રેશન હોય કે પરીક્ષા હોય તો શાળા ખુલ્લી હશે, પરંતુ અમારી પાસે આવી કોઈ ફરિયાદ કે માહિતી આવી નથી. વિદ્યાર્થીઓનું પરીક્ષા ટાણે શિક્ષણકાર્ય અત્યારે બગડશે, પરંતુ સરકારી આદેશ હોઈને તેનું પાલન કરવું જરૃરી હોઇ તમામ ખાનગી શાળાઓ વેકેશનના આદેશનું પાલન કરશે તેવી આશા છે. જો કે, સરકાર અને શિક્ષણવિભાગના અધિકારીઓ શાળાઓ પર ચાંપતી નજર રાખીને બેઠા છે અને કઇ કઇ શાળાઓ વેકેશનના નિર્ણયનું પાલન નથી કરી રહી તેની પર નજર રખાઇ રહી છે. જો આવી કોઇ ફરિયાદ ધ્યાનમાં આવશે તો, સરકારને રિપોર્ટ કરાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.

(9:59 pm IST)
  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST