Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વિરમગામમાં યુવાનો દ્વારા હિંદુ આધ્યાત્મિક દિગ્વિજય દિવસની ઉજવણી કરાઇ

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારતમાં છે ત્યારે સ્વામી વિવેકાનંદજીના વિચારો દેશભરનાં યુવાનો જીવનમાં ઉતારે તો ભારતને દરેક ક્ષેત્રે અગ્રેસર બનાવી શકાશે. સાથે જ રાષ્ટ્રભક્તિ અને નાત-જાતના ભેદભાવ ભૂલીને લોકો સમાજમાં સમરસતા ફેલાય તેવા કાર્યો કરે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તેવા ઉદેશ્ય સાથે વિરમગામ ખાતે હિંદુ આધ્યાત્મિક દિગ્વિજય દિવસની વૈશ્વિક કોવિડ 19 મહામારી ને ધ્યાનમાં રાખી સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેર અને તાલુકાના યુવાનો દ્વારા ગોલવાડી દરવાજા પાસે સ્વામી વિવેકાનંદજી પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વિરમગામ નગર સંયોજક નીલેશ રાણાએ જણાવ્યું હતું.

(6:36 pm IST)