Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અંકલેશ્વર પંથકના 13 ગામમાં નર્મદા નદીના પાણી ઘુસ્યા : ત્રણ રાહત શિબિરોમાં લોકોએ લીધો આશ્રય

સરફુદ્દીન- ખાલપીયા સંપર્ક વિહોણા: ગેબીયન વોલ ધસી પડતા ગામની આજુબાજુ પાણી ફરી વળ્યાં

અંકલેશ્વર : નર્મદા નદીના પાણી અંકલેશ્વરના 13 ગામમાં ફરી વળ્યા છે.જેથી સરફુદ્દીન- ખાલપીયા સંપર્ક વિહોણા બન્યા છે.બોરભાઠા બેટ પાસે ગેબીયન વોલ ધસી પડતા ગામની આજુબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે .3 રાહત શિબિરોમાં લોકોને આશ્રય લીધો છે.જેમના માટે એબ્યુલન્સ સાથે મેડિકલ ટીમ તૈનાત કરાય છે.. અંકલેશ્વરના કાસીયા,છાપરા,જુના બોરભાઠા,જુના બોરભાઠા બેટ,સરફુદ્દીન,ખાલપીયા,કોયલી ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.

આ ઉપરાંત બોરભાઠા બેટ ગામ પાસે 2013માં હંગામી ધોરણે પથ્થરો ડમ્પ કરી ઉભી કરેલ ગેબીયન વોલના પથ્થરો નર્મદા નદી ધસમસતા પ્રવાહમાં જમીન સાથે સરકી જતા જમીન ધોવાણ સાથે સાથે ગામની ફરતે પાણી પ્રવેશી ગયું છે. ભાવનગરમાં અવિરત વરસાદન પગલે તળાજાનો હમીરપરા ડેમ ઓવરફ્લો થયો.

ડેમના ત્રણ દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.જ્યારે નિચાણવાળા ગામના લોકોને પણ તંત્રએ એલર્ટ કર્યા હતા.હમીરપરા..દીહોર..નેસિયા..નાની બાબરીયાત.. મોટી બાબરીયાત .હબુકવડ ..સહિતના ગામોને તંત્રએ સાવચેત રહેવા સૂચના આપી હતી.

(10:26 pm IST)