Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સ્વામી વિવેકાનંદની યાદમાં પ્રાંતિજ ભાજપ યુવા મોરચા દ્વારા "દિગ્વિજય દિવસ"ની કરાઇ ઉજવણી

પ્રાતીજ : ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વૈશ્વિક ધાર્મિક પરિષદમાં પોતાનું વ્યક્તવ્ય આપ્યું હતું. તેમના ભાષણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું અને શ્રોતાઓને જકડી રાખ્યાં હતાં. તેથી ૧૧મી સપ્ટેમ્બરના દિવસને તેમની યાદમાં "દિગ્વિજય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા "દિગ્વિજય દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજના ભાખરીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર કરી "સ્વામીજી તુમ અમર રહો" ના નારા સાથે "દિગ્વિજય દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતા પટેલ, ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ, મહામંત્રી નિકુંજ રામી, રાજુ પ્રજાપતિ, જીતુ રાવળ, નિકુલ ભોઇ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા પ્રાંતિજ શેઠ પી. એન્ડર હાઇસ્કુલના શિક્ષિકો તેમજ શાળાના બાળકો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:35 pm IST)