Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ખેડા તાલુકાના ખુમારવાડા નજીક ગરનાળા પાસે પુરપાટ ઝડપે જતા બોલેરોએ બાઇકને હડફેટે લેતા ગોઝારો અકસ્માત: ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: પોલીસ ફરિયાદ

ખેડા: તાલુકાના ખુમારવાડ નજીક તેલકૂવા ગરનાળા પાસેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે પસાર થતી બોલેરો પીકઅપ ગાડીના ચાલક સામેથી આવતાં બાઈકને અડફેટે લેતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ફરિયાદ લઈ બોલેરો પીકઅપ ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના ખુમારવાડ ગામમાં રહેતાં ગણપતભાઈ પૂંજાભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે ખુમારવાડ નજીક તેલકૂવા ગરનાળા નજીકથી બાઈક નં જીજે ૦૭ એકે ૫૬૯૫ લઈ જતાં હતાં. તે વખતે સામેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૦૭ વાયઝેડ ૨૬૩૬ના ચાલકે ગણપતભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયેલા ગણપતભાઈ પુંજાભાઈ વાઘેલા (ઉં.વ ૪૮)ને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

(5:55 pm IST)
  • ૧૩મીથી મુંબઇમાં ફરી વરસાદનું જોર વધતુ જશે : મુંબઇમાં ૧૩મી સપ્ટેમ્બર શુક્રવારે બપોરથી રવિવાર ૧૫મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડતો રહેશે તેમ એક ખાનગી વેધર સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે. આ ૩૬ કલાકના સમયમાં (થાણે-નવી મુંબઇ સહિત) ૪ થી ૫ ઇંચ વરસાદ પડવા સંભવ છે. જયારે પશ્ચિમ અને ઉતરના પરાઓમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ પડશે access_time 4:15 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST