Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

તલોદ તાલુકા નજીક અંતરિયાળ વિસ્તારમાં વરસાદી પાણીના પગલે મસમોટા ગાબડાં પડતા લોકોને હાલાકી: અવરજવર કરવામાં હાલાકી

તલોદ: તાલુકાને જોડતા અને તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ગામોના અનેક માર્ગોમાં મસમોટા ખાડા પડી જતાં મુસાફર જનતા માટે અને જાન-માલને માટે ભારે જોખમી બન્યા છે. જે તે જવાબદાર તંત્ર આવા જાહેર માર્ગોની બનતી ત્વરાએ મરામત કરે તેવી પ્રજાની માંગણી છે.

તલોદ-મજરા રોડને વિંધીને જતી ખારી નદી ઉપરનો પુલનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત બન્યો છે. જેમાં નાંખેલી માટી વગેરે ધોવાઈ ગઈ છે. બેજવાબદારી દાખવતા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

આ મજરા રોડને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.8નું સીક્સ લેનનું નિર્માણ કામ ચાલુ હોવાથી રોડ પણ ખતરારૃપ બન્યો છે. રોડની સાઈડમાં બનાવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ બન્યા છે.

(5:53 pm IST)