Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

બનાસકાંઠા જીલ્લાના રૂણી ગામના ભાવિકની અંબાજી માતાજી પ્રત્યે અનોખી આસ્થાઃ ચાલવાના બદલે દંડવત કરતા કરતા પહોંચીને ચરણોમાં મસ્‍તક ઝુકાવશે

બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લાના યુવાનની માં અંબા પ્રત્યેની અનોખી અને કઠિનાઈઓ ભરી આસ્થા જોવા મળી છે. માં અંબાના ભક્ત ચાલવાને બદલે દંડવત પ્રણામ કરતાં કરતાં અંબાજી પહોંચી માં ના ચરણોમાં મસ્તક ઝુકાવશે.

ધાનેરા તાલુકાના રૂણી ગામના વતની પ્રજાપતિ બાબુભાઇ જેહાજી (ઉં.50) પોતાની માતા ચંપાબેનના ચરણ સ્પર્શ કરી તારીખ 31ઓગષ્ટની રાત્રે 10 વાગ્યાના સમયે પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા દંડવત પ્રણામ સાથે નિકળ્યા છે.

તેઓ અગાઉ પણ આવીજ રીતે જમીન પર રગડી 82 દિવસે રણુજા રામાપીરના દર્શન કરીને આવ્યા હતા. બાબુભાઈની આ કઠિન અને કઠોર આસ્થા જોઈ લોકો પણ અચરજ પામી રહ્યા છે. આવી કઠોર ભક્તિ માં અંબાની કરતાં બાબુભાઇને જોવા લોકોને જેમ જેમ ખબર મળે તેમ પહોંચી રહ્યા છે.

(5:06 pm IST)