Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સરકારે ટ્રાફિકના દંડની રકમ હળવી કરી પણ સોમવારથી તેનું કડકાઇથી પાલન કરવામાં આવશે

અમદાવાદ, તા.૧૧: ગુજરાત સરકારે મંગળવારે કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમોના ઉલ્લંદ્યન બદલ મોટર વ્હીકલ એકટમાં લગાવેલા ભારે દંડની જોગવાઈમાં મોટો દ્યટાડો કરીને તેને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ લગાવેલા ૧૦,૦૦૦ના વિશાળ દંડની રમકને ૧૦૦૦ પર લાવીને અટકાવી દીધી છે.

જૂલાઈ ૩૧ના રોજ સંસદમાં પસાર કરવામાં આવેલું મોટર વ્હીકલ (સુધારો) બીલ, ૨૦૧૯. જે રાજયોમાં ભાજપનું શાસન નથી ત્યાં આ નવા બિલનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બિલને લાગુ કરવાનો ઈનકાર કરાઈ રહ્યો છે.

આ સુધારા પ્રમાણે કેન્દ્રએ મોટર વ્હીકલ એકટમાં બદલાવ કરીને ટુ-વ્હીલર પર હેલ્મેટ વગર જનારી વ્યકિતને ૧૦૦૦ રુપિયાનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે જેની સામે રાજયના મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતમાં જણાવ્યું કે રાજયમાં આ દંડની જોગવાઈ ૫૦૦ રુપિયા રહેશે. જયારે હાલમાં રાજયટમાં અત્યાર સુધી આ દંડની જોગવાઈ માત્ર ૧૦૦ રુપિયા જ હતી.

વિજય રુપાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે ટુ-વ્હીલરમાં પાછળ બેસનારી વ્યકિત હેલમેટ વગર હોય તો ૧૦૦૦ રુપિયાના દંડની જોગવાઈ છે, જયારે રાજય સરકારે આ નિયમને લાગુ નથી કર્યો. તેમણે એ પણ કહ્યુ કે, તેમે એકવાર ડ્રાઈવિંગ લાઈસન્સ કે અન્ય ડોકયુમેન્ટ્સ ડીજીલોકર એપમાં સ્ટોર કરી દો તો ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકશો.

કેન્દ્રએ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ના બાંધવા પર ૧૦૦૦ રુપિયા દંડની જોગવાઈ કરી છે જયારે રાજય સરકારે આ દંડની જોગવાઈ ૫૦૦ રુપિયા રાખી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકારે તૈયાર કરેલા નવા નિયમ ૧૬ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. રુપાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર લાગુ કરેલા અલગ-અલગ નિયમ ભંગના દંડની જોગવાઈ વધારવામાં આવી છે. આમાં દંડ ઉદ્યરાવવો મુખ્ય લક્ષ્ય નથી. અમે લોકોને સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. રાજય સરકાર જરુર પ્રમાણે કડક રીતે કાયદાનું પાલન કરાવશે. અમે જરુર જણાય ત્યાં ઉદાર રહીશું. જેથી અમે વાહન પર પાછળ બેઠેલી વ્યકિત પર નિયમ લાગુ નથી કર્યા.ઙ્ખ

મોટર વ્હીકલ એકટર પ્રમાણે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર પર ત્રણ સવારી જનારા લોકોને ૧૦૦ રુપિયાનો જ દંડ થશે, જયારે મોટર વ્હીકલ એકટરમાં તેની જોગવાઈ ૧૦૦૦ રુપિયા રાખવામાં આવી છે. એક ગરીબ પરિવારના ત્રણ સભ્યો કયાંક બહાર જવા માગતા હોય તો તેમને રિક્ષા પોસાતી નથી.

જયારે ચાલુ વાહને ફોન પર વાત કરનારી વ્યકિતને પહેલી વખત ૫૦૦ રુપિયા જયારે બીજી વખત ૧૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કેન્દ્રમાં પણ આટલા જ દંડની જોગવાઈ કરાઈ છે.

રોંગ સાઈડમાં ખરાબ રીતે વાહન ચલાવનારી વ્યકિતને પ્રથમ વખત થ્રી-વ્હીલરને ૧,૫૦૦. LMV (લાઈટ મોટર વ્હીકલ્સ)ને ૩,૦૦૦ અને ભારે વાહનોને ૫,૦૦૦ રુપિયાના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાખેલા ૫૦૦૦ અને ૧૦,૦૦૦ રુપિયાના દંડ સામે રાજય સરકારે તેમાં દ્યટાડો કર્યો છે. જો ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વ્યકિત વાહન ચલાવે તો કેન્દ્રના નિયમ પ્રમાણે ૫૦૦૦ રુપિયાનો દંડ છે, જયારે રાજય સરકાર આ નિયમ ભંગ બદલ ટુ-વ્હીલર માટે ૨૦૦૦, થ્રી વ્હીલર માટે ૩,૦૦૦ અને ચાર પૈડાના વાહન માટે ૫૦૦૦ રુપિયાનો દંડ લેશે.

કમર્શિયલ વ્હીકલ માટે ફીટનેસ સર્ટિફિકેટ જરુરી છે, જેમાં ત્રણ પૈડાવાળા વાહનમાં ૫૦૦ રુપિયા અને ફોર વ્હીલર તથા ભારે વાહનોમાં ૫,૦૦૦ રુપિયાના દંડની જોગવાઈ છે. કેન્દ્રની જોગવાઈ પ્રમાણે જો કોઈ વાહન એમ્બ્યુલન્સ કે અન્ય ઈમરજન્સી વાહનને અડચણરુપ બને તો ૧૦,૦૦૦ રુપિયાના દંડની જોગવાઈ કરાઈ છે, જેની સામે રાજય સરકારે આ દંડની રકમ ૧૦૦૦ રુપિયા રાખવામાં આવી છે.

પ્રદૂષણના નિયમોના ભંગ બદલ ગુજરાતમાં ૧,૦૦૦ રુપિયાનો દંડ રાખવામાં આવ્યો છે, આ દંડની રકમ ટુ-વ્હીલર માટે છે. જયારે LMV માટે આ દંડ ૩,૦૦૦ રુપિયા છે. કેન્દ્રના નિયમ પ્રમાણે આ દંડની રકમ ૧૦,૦૦૦ રુપિયા છે.

(4:03 pm IST)