Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરતના ભેસ્તાનમાં રિક્ષા પલ્ટી ખાઈ જતા બે વિદ્યાર્થી સહિત ચાર લોકોને ઇજા : નશાખોર ચાલકની ધરપકડ

સિદ્ધાર્થનગર નહેર પાસે બનાવ : બાઈક સવાર અને ફાયરના બે જવાનોને પણ અડફેટે લીધા.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં વહેલી સવારે સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા રિક્ષામાં સવાર બે વિધાર્થી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ રિક્ષા ચાલકે મોટર સાયકલ સવાર ફાયરના બે જવાનોને પણ અડફેટે લીધા હતા  જેથી તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

  આ  અકસ્માતની ઘટના ભેસ્તાનના સિદ્ધાર્થનગર નહેર પાસે બની હતી. રીક્ષાનો ચાલક દારૂના નશામાં હતો. જેથી પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:09 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • બપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST