Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો

 

અમદાવાદથી નકલી પાસપોર્ટ પર ઓમાન જાય તે પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી એક શખ્સને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પડ્યો છે. સંતોષકુમાર ભગત નામનો શખ્સ ઝડપાયો છે.પોલીસ અને ઇમિગ્રેશ વિભાગે તપાસ કરતા અમદાવાના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સંતોષ ભગત નામનો શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઇમિગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો

   . સખ્સને એરપોર્ટ પોલીસના હવાલે કરતા પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બે વર્ષ પહેલા ડુપ્લીકેટ પાસપોર્ટ આરોપીએ બનાવ્યો હતો. દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવ્યો હતો. પાસપોર્ટ એરપોર્ટ પર સંતોષ ભગત ટિકીટ બતાવી ઓમાન જતો હતો. ત્યારે ઇમિગ્રેશન ટેબલ પર ચેકિંગ કરાવતા તેનો પાસપોર્ટ નકલી હોવાની જાણ થઇ હતી

  . ઇમિગ્રેશન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે પોતે બિહારનો છે અને તેનું નામ સંતોષ યાદવ જણાવ્યું હતું. પાસપોર્ટ બાબતે પૂછતા તેણે કબૂલાત કરી કે તે પાસપોર્ટ તેણે રૂપિયા આપીને દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવડાવ્યો હતો. આટલું નહિ તેની સાથે પંદરેક લોકોએ આવા ડમી પાસપોર્ટ બનાવડાવ્યા હતા

(12:54 am IST)