Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરત મનપાની કાર્યવાહી :ફાયર સેફટીના મુદે ઉઘના બસ સ્ટેશનના ટર્મિનસ સીલ કરી દીધા

બસ ડેપોના કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ

સુરત મહાનગર પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું. અપૂરતી ફાયર સુવિધાના કારણે મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તક્ષશિલા શોપીંગમાાં આગની ઘટના બાદ ફાયર વિભાગ દોડતું થયું છે અને ફાયર સેફટી વિનાની મિલકતો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ પાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડ દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગની દુકાનોને સીલ કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કોમ્પ્લેક્ષમાં કુલ ૧૫૦ જેટલી દુકાનો આવેલી છે અને કોમ્પ્લેક્ષ સીલ થઇ જતા દુકાનદારોમાં દોડધામ મચી ગઇ છે.

(10:34 pm IST)