Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

આભ ફાટ્યું : ૧૬ ઈંચ વરસાદથી સમગ્ર ઉમરપાડા બેટમાં ફેરવાયું

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : પૂરની સ્થિતિ સર્જાઈ : ભારે વરસાદથી ઉમરપાડાના અનેક પંથકો-ગામડા બેટમાં ફેરવાયા : કેટલાક ગામો સંપર્કવિહાણાં બન્યા : ગણદેવી, નવસારી, દેડિયાપાડામાં ભારે વરસાદ

અમદાવાદ,તા. ૧૦ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના કારણએ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહેલું છે. દક્ષિણ ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. જનજીવન પણ સંપૂર્ણપણે ઠપ થયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટયુ હોય તેટલો ૧૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે સમગ્ર ઉમરપાડા પાણીમાં ગરકાવ બન્યું હતું. અનેક પંથકો અને ગામડાઓ પાણીના બેટમાં ફેરવાઇ ગયા હતા. તો, કેટલાય ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. ગોડસબા અને અંબાપારડી ગામમાં પાણી ફરી વળતાં ૨૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ડાંગ-આહવા, સોનગઢ, ધરમપુર, ખેરગામ સહિતના અનેક પંથકોમાં ચારથી છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

       જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હતી. સુરતના માંડવીમાં નવ ઇઁચ જેટલો  અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે, કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી જાણે આભ ફાટયુ હોય એમ ઉમરપાડામાં ૧૬ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં નવ ઇંચ, બારડોલીમાં છ અને માંડવીમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય, દક્ષિણ ગુજરાતના ધરમપુર, આહવા , વઘઈ, વલસાડ, ખેરગામ અને સોનગઢમાં ચારથી છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકાની સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરપાડામાં ૧૬ ઇંચથી વધુ ભારે વરસાદના પગલે નીચાણ વિસ્તાર સહિતના માર્ગો પર ઘૂંટણસમા અને કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે ઉમરપાડાના અનેક પંથકો પાણીમાં ગરકાવ બનવા સાથે જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. દરમ્યાન વેલવી ગામે નદી પરનો પુલ તૂટી ગયો હતો., જેથી ૪૦ જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો કરવોપ પડયો હતો. બારડોલીમાં છ ઇંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે.

        મહુવા તાલુકાનાં કુંકોતર ગામે હાર્ડવૈદ ફળિયામાં ગણેશ મંડપમાં ભારે વરસાદથી ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતાં. જેને લઇ ગણેશભક્તોને હાલાકી વેઠવી પડી હતી. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અવિરત વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. બારડોલીમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં બારડોલીથી બાબેન તરફ જતો સુગર ફેક્ટરી નજીકનું રેલ્વે અંડર પાસ ગરનાળામાં પાણી ભરાઈ જતાં વહાણ વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. ગરનાળાના પાણીમાં એક ટેમ્પો બંધ પડી જતાં વાહનોની કતાર લગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો, સોનગઢમાં ૪ ઈંચ વરસાદના પગલે ઇસ્લામપુરા વિસ્તારમાં સાંકડી ગલીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને કેટલાક ઘરોમાંથી નાની નાની ચીજવસ્તુઓ પાણીમાં તણાઇ ગઈ હતી. સુરતમાં એક કલાકમાં બેથી અઢી ઇંચ વરસાદ ખાબકયો હતો. તો, વરાછા, રાંદેર, લિંબાયત, અઠવા, કતારગામ સહિતના વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ગણદેવીમાં પોણા પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં પણ પાંચ ઇંચ સુધીનો વરસાદ થયો છે. સુત્રપાડામાં ચાર, ચોર્યાસીમાં ચાર, ગાંધીનગરમાં ત્રણ, દહેગામમાં ત્રણ, દેડિયાપાડામાં છ, વાપીમાં અઢી ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. વલ્લભીપુર પંથકમાં ત્રણ, બારડોલીમાં પાંચ, માંડવીમાં પાંચ, ધરમપુરમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે અમરેલી, જુનાગઢ, ગીરપંથકમાં પણ ભારે વરસાદ થયો છે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના કારણએ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહેલું છે.

સ્થળ

વરસાદ (ઇંચમાં)

ઉંમરપાડા

૧૬

ગણદેવી

ડેડિયાપાડા

નવસારી

બારડોલી

માંડવી

ધરમપુર

સુત્રપાડા

ચોર્યાસી

ગાંધીનગર

દહેગામ

વાપી

અઢી ઇંચ

(9:08 pm IST)