Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ખેડા નજીક પસાર થતી કેનાલમાં કેમિક્લયુક્ત પાણી છોડતા 20 ગામના ખેડૂતોને હાલાકી

ખેડા:માંથી પસાર થતી ખારીકટ કેનાલમાં છેલ્લા કેટલાક વરસોથી એસીડ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું મ છે. આ સ્થિતિમાં ખેડૂતો સિંચાઇ માટે પાણી લઇ શકતાં નથી. આશરે 20 ગામોના આ કાયમી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન તથા કેનાલ બુરી દેવા સુધી નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 
ખેડાના નવાગામ વિસ્તારમાંથી નીકળતી ખારીકટ કેનાલમાં છેલ્લા 15 દિવસથી કેનાલની અંદર એસીડવાળુ પાણી છોડાતાં દુર્ગંધથી ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયાં છે. અમદાવાદ, વટવા વિસ્તારમાંથી નીકળતી મેશ્વો, ખારીકટ, કેનાલ ખેડાના 20 જેટલા ગામડાંમાંથી પસાર થઇ રહી છે. છેલ્લા ઘણા વરસોથી આ કેનાલમાં જીઆઈડીસીનું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઇ વિભાગ દ્વારા કોઇ પણ જાતના પગલાં ભરવામાં આવતાં નથી. હવે તો છેલ્લા 15 દિવસથી આ કેનાલમાં એસીડવાળુ ગંદુ ખરાબ પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પાક માટે આ પાણી લેવું કે નહીં તે પ્રશ્ન થઇ રહ્યો છે. ખેડાના નવાગામ, પાણસોલી, ચલીન્દ્રા, કઠવાડા, કાશીપુરા, ચિત્રાસર, અડાસરા, ધરોડા, નાયકા, કલોલી, સારસા, બીડજ, લાલી સહિતના ગામોનો સમાવેશ થાય છે. 

(4:34 pm IST)