Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સુરતમાં 5 વર્ષમાં બે સગા ભાઈની હવસનો શિકાર પરિણીતા બનતા અરેરાટી

સુરત: પુણા પોલીસમાં એક પરિણીતાએ જ્યારે પોતાની સાથે થયેલા દુષ્કર્મની કહાની પોલીસને વર્ણવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ મહિલા સાથે પાંચ વર્ષમાં અલગ-અલગ સમયે બે સગા ભાઈઓ સહિત કુલ 5 યુવાનોએ બળાત્કાર ગુજાર્યો હતો.

પુણામાં રહેતી અને આશરે 38થી 40 વર્ષની એક પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી પાંચેક વર્ષ પૂર્વે તે પોતાનો મોબાઇલ રિચાર્જ કરાવવા શૈલશગિરિ સરદારગિરિ ગૌસ્વામીની દુકાન પર ગઈ હતી. તે વખતે થોડી વાતચીત થઈ એ દરમિયાન શૈલેશગિરિએ આ પરિણીતાનો મોબાઇલ નંબર નોંધી રાખ્યો હતો. ત્યાર બાદ મોબાઇલ પર વાતો કરવાનો પ્રારંભ કર્યો. પછી ધીમે-ધીમે આ પરિણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે જવાનું શરૂ કર્યું. ધાકધમકી આપી પરિણીતાની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું.

(4:34 pm IST)