Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બનાસકાંઠા નજીક રીછનો આતંક: ચાર ગંભીર ઇજા

બનાસકાંઠાના:તાલુકા મથક અમીરગઢને અડીને આવેલા રાજસ્થાના પ્રસિધ્ધ પર્યટક સથળ માઉન્ટ આબુમાં સળંગ બે દિવસથી રીંછે આતંક મચાવ્યો છે. રીંછના હુમલામાં સહેલાણીઓ સહીત ચાર વ્યકિતને ઘાયલ કરતા સહેલાણીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. 

માઉન્ટ આબુમાં વધતા જતા રીંછોના હુમલાના કારણે સહેલાણીઓ ઉપરાંત સ્થાનિક લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે. જેમાં ગત શનિવારના જૈન દેરાસર રોડ પર રીંછ હુમલો કરતા પર્યટક તરીકે આવેલા અને ધર્મશાળામાં રોકાયેલા સીતાદેવી તથા તેમની પુત્રી  મુસ્કાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. જયારે સ્થાનિક વટેમાર્ગુ ઓમપ્રકાશ નામનો શખ્સ  પર પણ રીછે હુમલા કરતા  સરકારી દવાખાનામાં સારવાર અપાઈ હતી. 

(4:33 pm IST)