Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વડોદરામાં સ્માર્ટ વોટર મેનેજમેન્ટ દ્વારા પાણીની ટાંકી રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અંતગર્ત હાલમાં પાણીની ઓવરહેડ ટાંકીઓ ખાતે સ્કાડા (સુપરવાઈઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) યોજના હેઠળ વાલ્વ અને ફલોમીટરની કામગીરી ચાલી રહી છે.

વડોદરાની ૩૨ ઓવરહેડ ટાંકીમાંથી ૨૯ ટાંકીમાં આ કામ થઈ ગયુ છે. કુલ ૮૦ વાલ્વ બેસાડવાના છે. જેમાંથી ૬૪ વાલ્વ બેસાડી દીધા છે. બાકી ત્રણ ટાંકીઓ તરસાલી, વડીવાડી અને ગોરવા માટે કામગીરીપૂૂર્ણ કરવા શટડાઉન લેવાના છે. આ શટડાઉનમાં કેટલીક લાઈનો પર પણ વાલ્વ મૂકવામાં આવસે. જ્યારે ૭૬ ફલોમીટરમાંથી ૧૦ કામ બાકી છે. ગયા અઠવાડિયે સયાજીબાગ અને જેલ ટાંકી ખાતે વાલ્વ અને ફલોમીટરની કામગીરીને લીધે ૬ ટાંકી અને ત્રણ બુસ્ટર હેઠળના વિસ્તારમાં અઢી લાખની વસ્તીને એક દિવસ પાણી મળ્યુ ન હતુ, અને સાડા ત્રણ કરોડ લિટર પાણીની ઘટ પડી હતી.

(4:33 pm IST)