Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વડોદરામાં બંધન એલાન પૂર્વે મહિલા સહીત કાર્યકરો પથ્થરમારો કરતા હોવાનું સીસીટીવીમાં કેદ

વડોદરા:બંધના એલાન પૂર્વે ગઇ મધરાતે મહિલા સહિતના કેટલાક ખેસધારી કાર્યકરોએ ડેરીના મેઇન પાર્લર પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

ભારત બંધના એલાન પૂર્વે ગઇ રાતે સ્ટેશન,માંજલપુર અને કારેલીબાગ લાયન સર્કલ સહિતના સ્થળોેએ ટાયરો સળગાવવાના અને સ્કૂટરને આગ ચાંપવાના બનાવ બનતાં પોલીસ દોડતી થઇ હતી.

આ દરમિયાન બરોડા ડેરીના મકરપુરાના મેઇન પાર્લર પર પણ હુમલાનો બનાવ બન્યો હતો.જેમાં ખેસધારી બે મહિલા અને ત્રણ-ચાર યુવકોએ પાર્લરના પ્રાંગણમાં ધસી આવી પથ્થરમારો કર્યો હતો. 

સીસીટીવીમાં કેદ થયેલી ઘટનામાં એક મહિલા પથ્થરો ભરેલી થેલી દેખાય છે અને તેઓ પાર્લરમાં આવી પાછા ફરતી વખતે કાઉન્ટર નજીક જઇ પથ્થરો મારીને ચાલ્યા જતા દેખાય છે.સિક્યુરિટી જવાનો આવે તે પહેલાં હુમલાખોરો અદ્શ્ય થઇ ગયા હતા.

(4:32 pm IST)