Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

મોગર નજીક હિટ એન્ડ રનમાં કારે બે દર્શનાર્થી મહિલાઓને હડફેટે લેતા ગંભીર અકસ્માત

મોગર:ગામ પાસે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટીયુવી કારે બે દર્શનાર્થી મહિલાઓને ટક્કર મારીને ફરાર થઈ જતાં તેઓને તુરંત જ હાઈવે મોબાઈલ વાન દ્વારા સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે વાસદ પોલીસે ટીયુવી કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર મોગર ગામે રહેતા અસ્મીતાબેન સુરેન્દ્રસિંહ રાઠોડ તથા કૈલાશબેન રામસિંહ રાવળજી ગઈકાલે સાંજના સુમારે હાઈવે પર આવેલા ચંચળ માતાના મંદિરે દર્શન કરવા માટે ચાલતા-ચાલતા ગયા હતા. ત્યાં પહોંચીને દર્શન કર્યા બાદ થોડું રોકાઈને પરત આવી રહ્યા હતા. ત્યારે સાડા સાતેક વાગ્યાના સુમારે મહેશભાઈના શોપીંગ સેન્ટર પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટીયુવી કાર નંબર જીજે-૦૭, ડીબી-૪૦૩૮એ ટક્કર મારતાં બન્નેને ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ કાર ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. એકત્ર થઈ ગયેલા રાહદારીઓએ હાઈવે મોબાઈલને જાણ કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલી બન્ને મહિલાઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. 

(4:31 pm IST)