Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઉમરેઠના થામણામાં મહિલાની છેડતી કરનાર પિતા-પુત્રને જેલની સજાની સુનવણી

ઉમરેઠ:તાલુકાના થામણા ગામે એક મહિલાની છેડતી કરીને તેણીને માર મારવાના કેસમાં ઉમરેઠની અદાલતે પિતા-પુત્રને તકશીરવાર ઠેરવીને પુત્રને નવ માસની અને પિતાને ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ડિસેમ્બર-૨૦૧૬માં ઉમરેઠ થામણા રોડ ઉપર સાંઇધામ સોસાયટીમાં રહેતા અને નજીકના ખીજલપુર ગામે પ્રાઇવેટ ટ્યુશન કરતી મહિલા પોતાના મેસ્ટ્રો સ્કુટર પર પરત જઈ રહ્યા હતા ત્યારે માધવરવાસ પાસે જયેશભાઇ કાભઈભાઇ તળપદા તેમજ તેના પિતા કાભઇભાઇ છોટાભાઇ તળપદાએ તેણીને અટકાવીને હાથ પકડી છેડતી કરી હતી. મહિલાએ વિરોધ કરતાં તેણીને ગાલ ઉપર તમાચા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને પિતા-પુત્રની ધરપકડ કરી હતી અને તપાસ પુરી કર્યા બાદ ઉમરેઠની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. 
આ કેસ ઉમરેઠના મેં. જ્યુ. ફ.ક. મેજીસ્ટ્રેટ આઇ.આઇ.પઠાણની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાજેશ્રીબેન એમ. ઠાકોરની મહિલાઓની સુરક્ષા અંગેની દલીલો, સાહેદોની જુબાની તથા રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી જજે બન્નેને તકશીરવાર ઠેરવ્યા હતા અને જયેશભાઇ કાભઇ તળપદાને અલગ અલગ ધારાની કલમ હેઠળ કુલ ૯ માસની સાદી કેદ તેમજ કુલ રૂ. ૩૦૦ દંડ તેમજ પિતા કાભઇભાઇ છોટાભાઇ તળપદાને ૩ માસની સાદી કેદ અને ૧૦૦ રૂપિયાનો દંડની સજા ફટકારી હતી.

(4:29 pm IST)