Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વડોદરામાં ચાલુ સીઝનમાં ડેન્ગ્યુના 121 કેસ નોંધાયા :મચ્છરજન્ય રોગચાળો વકરતા તંત્ર દોડ્યું

મચ્છરોના બ્રિડીગ અંગે તપાસ: આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રે, ફોગીંગ અને ક્લોરીનેશનની કામગીરી કરાઈ

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો  વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રિડીગ અંગે તપાસ હાથ ધરાઈ છે.

વડોદરામાં ચાલુ સિઝનમાં ડેન્ગ્યુના કુલ 121 કેસો નોંધાયા છે. જ્યારે કે ચાલુ મહિને સાત કેસો નોંધાતા તંત્રની દોડધામ વધી ગઈ છે

 . આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રે, ફોગીંગ અને ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી છે. સિંચાઈ, સીટી સર્વે, માર્ગ મકાન સહિતની કચેરીઓમાં કામગીરી કરવામાં આવી છે.

(12:25 pm IST)