Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સુરતમાં વધુ એક કેસ નોંધાતા સ્વાઈન ફ્લુના 10 કેસ નોંધાયા

અડાજણના પાલ વિસ્તારની 59 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝીટીવ

સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં એકબાદ એક વધારો થઇ રહ્યો છે. વધુ એક કેસ નોંધાવાની સાથે સ્વાઇન ફ્લુનો આંક 10 પર પહોંચ્યો છે. અડાજણના પાલ વિસ્તારમાં રહેતી 59 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ મહિલાને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 હાલ સ્વાઇન ફ્લુના કુલ 6 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 4 દર્દીઓ ડિસચાર્જ મેળવી ચુક્યા છે. 6 પૈકી 1 દર્દીની હાલત સુધારા પર છે. જયારે 2 દર્દીઓને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે.

(9:09 am IST)